VIDEO: ગુજરાત ભાડા વિધેયક-2026 સામે વકીલોના વિરોધને શક્તિસિંહ ગોહિલે આપ્યું પૂર્ણ સમર્થન
સોર્સ : gstv
ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને સરકાર સામે વિરોધ તેજ થયો છે. વકીલો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ખુલ્લું સમર્થન આપ્યું છે. વિધેયકમાં કોર્ટના અધિકારો વહીવટી અધિકારીઓને સોંપવાના પ્રસ્તાવ સામે તેમણે ભારે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વહીવટી અધિકારીઓને આવી સત્તા આપવાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સીધી અસર પડશે. રાજ્યભરના વકીલોના અવાજને મજબૂતી આપતા શક્તિસિંહ ગોહિલે સરકારને ભાડા વિધેયક-2026ના પોતાના નિર્ણય પર ત્વરિત પુનર્વિચાર કરવા માટે અપીલ કરી છે.

