Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Lawyers' Protest Continues Against Gujarat Rent Bill-2026

VIDEO: ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ વિરુદ્ધ વકીલોનો વિરોધ યથાવત

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ સામે વકીલોનું આંદોલન ઉગ્ર બન્યું છે. વિધેયકમાં ભાડા સંબંધિત કેસોની ન્યાયિક સત્તા કોર્ટ પાસેથી લઈને વહીવટી તંત્રને સોંપવાની જોગવાઈનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂનો કાયદો રદ કરીને અગાઉથી જ કેસ લેવાનું બંધ કરી દેવાયાના આક્ષેપ સાથે મકાન માલિકો અને ભાડૂતો પણ હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર સાથે સમાધાનની અફવાઓ વચ્ચે વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આગામી દિવસોમાં લાલ દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન યોજીને કાયદાની હોળી કરવાનો કાર્યક્રમ નક્કી કરાયો છે.

App Store