VIDEO: રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, અશોક ગેહલોતે ભાજપ પર સાધ્યું સણસણતું નિશાન!
સોર્સ : GSTV
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને રામ મંદિર નિર્માણ અને જમીન ખરીદીમાં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપ અને સંઘે રામના નામે રાજકારણ કરીને સત્તા મેળવી છે, જ્યારે રામ કોઈ એકના નહીં પણ સૌના છે. રામ મંદિર ટ્રસ્ટ અને જમીન ખરીદીમાં કરોડોની હેરાફેરી તથા સોનાની ખરીદીમાં રસીદ ન મળવાના ગંભીર આરોપ મૂકીને તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ SIT તપાસની માંગ કરી હતી. આ સાથે જ તેમણે NEET પરીક્ષામાં ગેરરીતિ, ધારાસભ્યોના ખરીદ-વેચાણ અને બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કરીને લોકશાહી સામે જોખમ હોવાની વાત કહી હતી. અંતમાં તેમણે વર્તમાન ટ્રસ્ટ ભંગ કરીને ચાર શંકરાચાર્યોને સ્થાન આપી નવું ટ્રસ્ટ બનાવવાની માંગ દોહરાવી હતી.

