Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Serious accident due to AMC's negligence in Ahmedabad, two bikers drowned in an open pit!

VIDEO: અમદાવાદમાં AMCની બેદરકારીથી ગંભીર અકસ્માત, ખુલ્લા ખાડામાં બે બાઇકચાલકો ખાબક્યા!

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. ગોમતીપુર હાથીખાઈ પાણીની ટાંકી પાસે છેલ્લા પાંચ દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજ હતું. આ લીકેજના સમારકામ માટે રોડ પર મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષા માટે ફરતે કોઈ જ પ્રકારનું બેરિકેટિંગ કે ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. ગઈકાલે મોડી રાત્રે અંધારામાં બેરિકેટિંગ ન હોવાના કારણે બે બાઇક સવારો સીધા આ ખાડામાં ખાબક્યા હતા. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store