VIDEO: પેલિકન સિગ્નલ છતાં સિક્યુરિટીનો સહારો
સોર્સ : gstv
અમદાવાદમાં રાહદારીઓની સુરક્ષા માટે લગાવાયેલા પેલિકન ટ્રાફિક સિગ્નલને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રાહદારીઓ સિગ્નલનો યોગ્ય ઉપયોગ કરતા નથી અને વાહનચાલકો પણ નિયમોનું પાલન કરતા નથી. હવે સ્થિતિ એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિગ્નલ પાસે સિક્યુરિટી કર્મચારીઓ તૈનાત કરવા પડ્યા છે. સિક્યુરિટી કર્મચારીઓ રાહદારીઓને રોડ ક્રોસ કરવાની સમજણ આપવા સાથે વાહનો રોકવાની કામગીરી પણ કરી રહ્યા છે. પેલિકન સિગ્નલનો હેતુ ટ્રાફિકને સુરક્ષિત બનાવવાનો હતો, પરંતુ સિક્યુરિટીની જરૂરિયાત ઊભી થતાં સિગ્નલની અસરકારકતા સામે સવાલો ઉઠી રહ્યા છે.

