Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Scorching heat on one side, but heavy rains predicted in Saurashtra-South Gujarat on the other!

VIDEO/ એકતરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી!

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના વિવિધ ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સહિત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. જોકે, રવિવારથી આ વિસ્તારોમાં વાતાવરણ ફરી એકવાર સામાન્ય થઈ જશે.

App Store

માવઠાની આ આગાહી વચ્ચે રાજ્યના બીજા ભાગોમાં સ્થિતિ તદ્દન વિપરીત રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે, જ્યાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. આમ, રાજ્યમાં એકતરફ વરસાદી માહોલ અને બીજી તરફ અસહ્ય ગરમી એમ મિશ્ર વાતાવરણ જોવા મળશે. બદલાતા હવામાન અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.