VIDEO : Ahmedabad / ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ તેજ, આખરી તબક્કામાં રથના સમારકામની કામગીરી
સોર્સ : gstv
અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની ૧૪૯મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે, જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અખાત્રીજના દિવસથી શરૂ થયેલી રથના સમારકામની કામગીરી હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. કારીગરો દ્વારા રથના પૈડાંની મરામત અને નવા પૈડાં બનાવવાની કામગીરી સાથે સ્ટીયરીંગ, બોલ્ટ અને ક્લચનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા અને સુચારુ સંચાલન માટેની આ પ્રાથમિક કામગીરી બાદ હવે રથના રંગરોગાન અને ભવ્ય શણગારનું કામ વેગ પકડશે. ભક્તોમાં આ રથયાત્રાને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

