VIDEO: શારદાબેન હોસ્પિટલ બિલ્ડીંગ ખાલી કરાતા એલજી-સિવિલ હોસ્પિટલમાં ધસારો
સોર્સ : gstv
અમદાવાદની શારદાબેન હોસ્પિટલનું બિલ્ડિંગ ખાલી કરાતા દર્દીઓનો ધસારો એલજી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. એલજી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતા શારદાબેનથી આવતા દર્દીઓને અસારવા સિવિલ હોસ્પિટલ અથવા SVP હોસ્પિટલમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. શારદાબેન હોસ્પિટલની ઓપીડી અગાઉ દરરોજ 2800થી 2900 હતી, જે ઘટીને 2300થી 2400 થઈ છે. ઓપરેશન થિયેટરની સંખ્યા 12થી ઘટીને 8 થતાં ઓપરેશન પણ વેઇટિંગમાં ચાલી રહ્યા છે. અગાઉ દર મહિને 1500થી 1600 ઓપરેશન થતા હતા, જે સપ્ટેમ્બરમાં ઘટીને 800 જેટલા થયા છે. હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, પરંતુ કામગીરી લાંબી ચાલતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

