VIDEO: પાલડીમાં વેપારીના બંધ ઘરમાંથી રૂ.22.88 લાખની ચોરી
સોર્સ : gstv
અમદાવાદના પાલડી શારદામંદિર રોડ પર આવેલી પાર્શ્વનગર સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે. અહીં રહેતા એક ઇલેક્ટ્રોનિક્સ વેપારીના બંધ મકાનમાં ઘૂસીને બે તસ્કરોએ રૂ.22.88 લાખની મત્તાની ચોરી કરી હતી. મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોર કેદ થઈ ગયા હતા, પરંતુ એલાર્મ ન વાગવાને કારણે પરિવારને ઘટનાની તુરંત જાણ થઈ શકી નહોતી. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

