VIDEO: અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, પ્રથમ 1.2 કિલોમીટર માટે હવે 25 રૂપિયા ચૂકવવા પડશે
સોર્સ : gstv
અમદાવાદમાં રાજ્ય સરકારે ઓટોરિક્ષાના ભાડામાં વધારાને મંજૂરી આપી છે અને નવા દરનો અમલ શરૂ થયો છે. નવા ભાડા મુજબ પ્રથમ 1.2 કિલોમીટર માટે હવે 20 રૂપિયાના બદલે 25 રૂપિયા ચૂકવવા પડશે. ભાડામાં વધારાને રિક્ષાચાલકોએ જરૂરી ગણાવ્યો છે અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને નિર્ણય યોગ્ય હોવાનું જણાવ્યું છે. જોકે, ભાડું વધ્યા બાદ મુસાફરો રિક્ષા સેવા લેશે કે નહીં તેને લઈને રિક્ષાચાલકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ હવે CNGના ભાવમાં વધારો ન કરવામાં આવે તેવી માંગ કરી છે. ભાડા વધારાથી રિક્ષાચાલકોને રાહત મળશે, પરંતુ સામાન્ય મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.

