Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rickshaw drivers face trouble as Adani hikes gas prices in ahmedabad

VIDEO: અદાણી ગેસમાં ભાવ વધારો ઝીંકાતા રિક્ષા ચાલકોની કફોડી હાલત, કહ્યું- ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં અદાણી CNGનો ઉપયોગ કરતા વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ દોઢ  રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેના કારણે હવે અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ વધીને 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે વર્ષ 2026ની શરૂઆતમાં કંપનીએ ભાવમાં 1.21 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા ચાર મહિનામાં સતત ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ ઘટાડા બાદ અત્યાર સુધીમાં કુલ 2.60 રૂપિયા જેટલો ભાવ વધી ચૂક્યો છે. ભાવ વધારાથી રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

App Store