Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Retired Bank Employee Honeytrap Victim in Ahmedabad

VIDEO: અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો શિકાર

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના આનંદનગરમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. ફેસબુક પર યુવતીની રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ વૃદ્ધને જાળમાં ફસાવવામાં આવ્યા હતા. ત્યારબાદ દહેગામ પાસે તેમને ગાડીમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. એક યુવતી સહિત ત્રણ લોકોની ટોળકીએ ધમકી આપીને વૃદ્ધ પાસેથી રૂ.25 લાખ પડાવ્યા હતા. આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરતાં વૃદ્ધે અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઝોન-7 LCBએ બોટાદના અલ્પેશ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે પાયલ અને ‘કાનો’ સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.  

App Store