VIDEO: અમદાવાદમાં રેડ એલર્ટ: બે દિવસ ઘરમાં રહેવા અપીલ
સોર્સ : gstv
અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આગામી બે દિવસ તમામ લોકો વર્ક ફ્રોમ હોમ કરે અને બિનજરૂરી બહાર ન નીકળે. સાબરમતી નદી અને ખારી કટ કેનાલમાં પાણીનું સ્તર ઘટાડવામાં આવ્યું છે, જ્યારે પવનને કારણે હોર્ડિંગ્સ સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે. મહાપાલિકાના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે અને નાગરિકોની સુવિધા માટે કમ્યુનિટી હોલ તથા સ્કૂલો ખુલ્લી રહેશે. નીચાણવાળા વિસ્તારોના રહીશોએ વિશેષ તકેદારી રાખવી અને કોઈપણ મુશ્કેલી માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી તંત્રને સહકાર આપવો.

