Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Red Alert' in 8 districts including Ahmedabad on July 31: Very heavy rain forecast

VIDEO: અમદાવાદ સહિત 8 જિલ્લામાં 31 જુલાઈએ 'રેડ એલર્ટ': ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Gujarat Heavy Rain Red Alert Forecast: ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતાને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

App Store

ગુજરાતમાં 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ

31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ ઍલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે આગામી 1 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

'વેધર વૉચ ગ્રૂપ'ની બેઠક યોજાઈ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બુધવારે(29 જુલાઈ) ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રૂપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે સૂચના આપી છે.

હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના

ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતાં નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સામાન્ય નાગરિક સુધી કોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવાશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરો સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહેવા કમિશનરે જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીપ ડીપ્રેસન ગુજરાત ભણીઃ કાલે અને શનિવારે રાજ્યમાં વ્યાપક વરસાદ થશે

તા.૨૫ જૂલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા તરફ આગળ વધી અતિશય ભારે વરસાદની સીસ્ટમ એવા ડીપ ડીપ્રેસનમાં ફેરવાયા બાદ આજે તે છત્તીસગઢ ઉપર આવ્યું છે અને તે પોતાની શક્તિ જાળવી રાખીને ગુજરાતની દિશામાં આગળ વધેતેવી સંભાવનાના પગલે ગુજરાતમાં બે દિવસમાં વ્યાપક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. શુક્રવાર તા.૩૧ અને શનિવાર તા.૧ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ૭૫ ટકાથી ૧૦૦ ટકા વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક વરસાદનું એલર્ટ આજે જારી કરાયું છે.

આજ સુધીમાં ગુજરાતમાં મોસમનો ૫૫ ટકા વરસાદ થયો છે અને જળાશયોમાં પણ ૫૫ ટકા જળસંગ્રહ છે. ૭૦ ટકા વાવણી પૂરી થઈ છે. પરંતુ, ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, દ્વારકા સહિત જિલ્લાઓમાં આજે પણ વરસાદની મોટી ખાધ છે ત્યારે ઉપરોક્ત સીસ્ટમથી ફરી સારા વરસાદની આશાનો સૂર્ય દેખાઈ રહ્યો છે. જો કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ રહ્યો હતો.

મોસમ વિભાગે (૧) આવતીકાલે તા.૩૦ના સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ (૨) તા.૩૧ના અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, તાપી, આણંદ, ડાંગ, નર્મદા વગેરે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે અતિશય ભારે (૮ ઈંચથી વધુ) વરસાદ વરસવાનું રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે આ દિવસે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. (૩) તા.૧ના ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ થરાદ, આણંદ, ભરુચ સહિત જિલ્લામાં અતિ ભારે અને સૌરાષ્ટ્ર તેમજ સુરત, વડોદરા સહિત જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.
એકંદરે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અંશતઃ વિસ્તારો અને બાકીના ગુજરાતમાં ૫૦થી ૭૫ ટકા વિસ્તારોમાં અને શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ૭૫ ટકાથી ૧૦૦ ટકા વિસ્તારોમાં વરસાદની આગાહી જારી કરાઈ છે.

તા.૩૧,૧ના સૌરાષ્ટ્રમાં ક્યા જિ.માં ભારે-અતિ ભારે વરસાદ

રાજકોટ - મોસમ વિભાગે આજે જારી કરેલી ચેતવણી અનુસાર
(૧) આવતીકાલે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ
(૨) તા.૩૧ના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ,બોટાદ જિ.માં અતિ ભારે વરસાદ અને મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લા અને દિવમાં ભારે વરસાદનું એલર્ટ.
(૩) તા.૧ના શનિવારે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લા અને દિવમાં ભારે વરસાદનું એલર્ટ છે.