Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rajat Parmar's Ground Zero report from the scene

Ahmedabad Plane Crash: ઘટનાસ્થળેથી રજત પરમારનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે. 

App Store

300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ 

વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.