VIDEO: ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન બાદ ચાર્જ લગાવાતા વેપારીઓએ ઉઠાવ્યા સવાલ
સોર્સ : gstv
અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લગાવવાના મુદ્દે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક બજારના વેપારીઓએ યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાની વ્યવસ્થાને અયોગ્ય ગણાવી છે. વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યા બાદ હવે તેના પર ચાર્જ વસૂલવાનો કોઈ અર્થ નથી. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર દ્વારા સતત ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ત્યારે ડિજિટલ વ્યવહારો પર આ પ્રકારના ચાર્જ લગાવવાનું કેટલું યોગ્ય છે. વેપારીઓના મતે ચાર્જના કારણે નાના વેપારીઓ અને ગ્રાહકો પર વધારાનો ખર્ચ આવી શકે છે. યુપીઆઈ ચાર્જના મુદ્દે સરકાર દ્વારા યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

