Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New scheme to keep digital record of land across the country

VIDEO: દેશભરની જમીનનો ડિજિટલ રેકોર્ડ રાખવા નવી યોજના

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકારે દેશભરની જમીનનો પારદર્શક અને ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવા માટે ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામના ત્રીજા તબક્કાની શરૂઆત કરી છે. વર્ષ 2026થી 2031 દરમિયાન આ યોજના માટે 565.5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. યોજના હેઠળ જમીનના દસ્તાવેજો, નકશા, રજિસ્ટ્રેશન અને સંબંધિત ડેટાને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, નવી વ્યવસ્થાથી ખેડૂતોને બેંક લોન મેળવવામાં સરળતા રહેશે અને સરકારી કચેરીઓના ધક્કા ઓછા થશે. લેન્ડ સ્ટેકમાં જમીનના હકો, જિયો-રેફરન્સ્ડ નકશા, મિલકત નોંધણી અને અદાલતી કેસોની વિગતો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

App Store