VIDEO: અમદાવાદમાં 132 ફૂટના રોડ પર ફરી ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ
સોર્સ : gstv
અમદાવાદ સ્માર્ટ સિટીમાં અત્યારે ઠેર-ઠેર ભુવા રાજ જોવા મળી રહ્યું છે, જ્યાં શહેરમાં અવારનવાર મોટા ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાટકેશ્વર ખાતે આવેલા શીતળા માતાના મંદિર પાસે એક મોટો ભૂવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે ૧૩૨ ફૂટના આ જ રોડ પર અગાઉ પણ ભૂવો પડ્યો હતો, અને સમયાંતરે એક જ રોડ પર બે ભુવા પડવાથી રોડ બનાવવાની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

