VIDEO: વસ્તી ગણતરીની કામગીરી સામે વિરોધના સૂર બન્યા વધુ ઉગ્ર, એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરોએ પણ નારાજગી કરી વ્યક્ત
સોર્સ : GSTV
રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી સામે હવે શૈક્ષણિક આલમમાં વિરોધનો સૂર તેજ બન્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસરો બાદ હવે એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરોએ પણ આ આદેશો સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. પ્રોફેસરોનું કહેવું છે કે જૂન મહિનાથી પરીક્ષા અને એડમિશન જેવી મહત્વની શૈક્ષણિક પ્રક્રિયાઓ શરૂ થતી હોવાથી વસ્તી ગણતરીની કામગીરી કરવી શક્ય નથી. આ ઉપરાંત, પ્રોફેસરોમાં એવો ગણગણાટ પણ છે કે આ પ્રકારની કામગીરી તેમના હોદ્દા (ડેઝીગ્નેશન)ને અનુરૂપ નથી. આ ગંભીર મુદ્દે પ્રોફેસરો દ્વારા મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેણે હવે વહીવટી તંત્ર અને શિક્ષણ જગત વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા કરી છે.

