VIDEO: અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બિલ વિતરણ ધીમું, 2.77 લાખ બિલ બાકી
સોર્સ : gstv
કામગીરી ચાલી રહી છે, જોકે હજુ 2 લાખ 77 હજારથી વધુ બિલનું વિતરણ બાકી છે. 8 સપ્ટેમ્બર સુધીમાં કુલ 26.51 લાખમાંથી 23.73 લાખ એટલે કે 89.52 ટકા બિલનું વિતરણ પૂર્ણ થયું છે. બિલ વિતરણની કામગીરી પૂર્ણ કરવા હવે આશરે 20 દિવસનો સમય બાકી છે. સૌથી વધુ પેન્ડિંગ બિલ પૂર્વ ઝોનમાં છે, જ્યાં 5 લાખ 30 બિલમાંથી 1 લાખ 18 હજાર 406 બિલ હજુ વિતરણના બાકી છે. જોકે, જેમને સમયસર બિલ નહીં મળે તેમને ચુકવણી માટે વધારાનો સમય આપવામાં આવશે અને બિલની રકમ પર એક મહિના સુધી વ્યાજ નહીં વસૂલાય.

