VIDEO: અમદાવાદમાં ડમ્પરની ટક્કરથી દિકરીનું માતા સામે જ મોત
સોર્સ : gstv
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૨ વર્ષીય બાળકી આરાધ્યા બારોટનું કરુણ મોત નીપજ્યું છે. આરાધ્યા સ્કૂલેથી છૂટીને માતા અને નાના ભાઈ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન એક બેફામ ડમ્પરે તેમને ટક્કર મારી હતી. માસૂમ દીકરીનું માતાની નજર સામે જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થતાં સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માત સર્જનાર આ ડમ્પરથી અગાઉ પણ બે નિર્દોષ લોકોનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે એસ.જી. હાઈવે-૧ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બેફામ ડમ્પર ચાલકની ધરપકડ કરી લીધી છે અને ડમ્પરને પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

