VIDEO: બાપુનગરમાં પોક્સો આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત
સોર્સ : gstv
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મ કેસના 46 વર્ષીય આરોપી અહેમદ અંસારીનું કસ્ટડી દરમિયાન મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ નિવેદન નોંધતી વખતે અચાનક તબિયત લથડતા આરોપી જમીન પર ઢળી પડ્યો હતો અને સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આરોપી સામે સગીરા પર દુષ્કર્મ અને અશ્લીલ વીડિયો બનાવવાના ગંભીર આક્ષેપો હતા, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. મોત બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

