Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Political stop on blacklisting the controversial agency that does not provide firewood in the crematorium!

VIDEO: સ્મશાનમાં લાકડા ન આપનાર વિવાદાસ્પદ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પર રાજકીય રોક!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ઓઢવ સ્મશાન ગૃહમાં લાકડા સપ્લાય ન કરનારી વિવાદાસ્પદ એજન્સી 'વિવેકાનંદ ગ્રામોદ્યોગ'ને આખરે બ્લેકલિસ્ટ ન કરાતાં મોટો વિવાદ સર્જાયો છે. સોમવારે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ એજન્સીને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનું કામ રજૂ કરાયું હતું, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે કમિટીના ચેરમેન દીપક પંચાલે "રાજકીય કારણોસર નિર્ણય હોલ્ડ પર રાખ્યો છે" તેવું વિવાદાસ્પદ નિવેદન આપતાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, આ એજન્સીની બેદરકારીને લીધે લાકડા ન મળતાં એક પરિવારે પોતાના સ્વજનની અંતિમવિધિ ટાયર અને ગોદડાં સળગાવીને કરવી પડી હતી.  

App Store