VIDEO: વડોદરાના છાણીના સ્મશાનમાં લાકડા ચોરી મામલે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા
ગુજરાતના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. વડોદરામાં છાણી સ્મશાનમાં લાકડા ચોરીના આક્ષેપોને લઈ ભાજપના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન સતીશ પટેલ અને કોંગ્રેસના કોર્પોરેટરો હરીશ પટેલ તથા જહાંગીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે મામલે બન્ને પક્ષે મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા અન આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ ચાલ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્મશાનમાંથી લાકડા ભરીને જતા લોકોને રોકવાનો પ્રયાસ કરતાં વિવાદ સર્જાયો છે.
લાકડા ચોરીની ઘટનાઓ સ્મશાનના ખાનગીકરણને કારણે વધી
સતીશ પટેલ અને તેમના સમર્થકો પર કોંગ્રેસ કાર્યકરો સાથે બોલાચાલીનો આક્ષેપ છે. આ ઘટના સ્મશાનના ખાનગીકરણના મુદ્દે ઉગ્ર બની, જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો.
પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી
કોંગ્રેસ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો કે લાકડા ચોરીની ઘટનાઓ સ્મશાનના ખાનગીકરણને કારણે વધી છે, જ્યારે સતીશ પટેલે આ આક્ષેપોને નકાર્યા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

