VIDEO: મેટ્રો અને સેશન્સ કોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સોર્સ : gstv
અમદાવાદની મેટ્રો કોર્ટ અને સેશન્સ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલિસ્તાની ભાષાશૈલીમાં લખાયેલા ધમકીભર્યા ઈ-મેલમાં BRICSનો ઉલ્લેખ સાથે ચોક્કસ સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈ-મેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મેટ્રો કોર્ટ અને સેશન્સ કોર્ટ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ પણ તપાસ કરી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હવે ધમકીભર્યો ઈ-મેલ મોકલનાર આરોપીની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે. અગાઉ પણ કોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી છે.

