Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PM Narendra Modi meets Rupera family after addressing a public meeting in Nikol

Ahmedabad news: PM નરેન્દ્ર મોદીએ નિકોલમાં જાહેરસભા સંબોધન બાદ રૂપેરા પરિવાર સાથે કરી મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: PM નરેન્દ્ર મોદીએ નિકોલમાં જાહેરસભા સંબોધન બાદ રૂપેરા પરિવાર સાથે કરી મુલાકાત
સોર્સ : GSTV

Ahmedabad news: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના મહેમાન બન્યા છે, ત્યારે આજે સાંજે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જંગી મેદનીને સંબોધન કર્યું હતું. જે બાદ જાહેરસભા પતાવી પીએમ મોદીએ મણિનગરમાં રૂપેરા પરિવારની અંગત મુલાકાત લીધી હતી. રૂપેરા પરિવારના 7 સભ્યો સાથે મુલાકાત કરી જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા.

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નિકોલમાં આજે સાંજના સમયે ખોડલધામ મેદાન ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. જેમાં જંગી મેદની ઉમટી પડી હતી. અહીં પીએમ મોદીએ વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ અને ઉદઘાટન કર્યું હતું. જે બાદ પીએમ પોતાના જૂના મતક્ષેત્ર મણિનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ રૂપેરા ફેમિલી સાથે મુલાકાત કરી હતી. રૂપેરા પરિવારના હર્ષિદાબેન અશ્વિનભાઇસહિત 7 સભ્યો સાથે જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ રૂપેરા પરિવારના સભ્યો સાથે તસવીર ખેંચાવી હતી. સ્વ. રામજીભાઈ રૂપેરા સાથે સંઘમાં સાથે કામ કરતા હતા PM મોદી. ત્યારે પીએમ મોદી અને રૂપેરા પરિવાર સાથે જૂના સંબંધ છે. વડાપ્રધાને રૂપેરા પરિવારના સભ્યો સાથે મુલાકાત બાદ ખબર અંતર પૂછ્યા હતા.