Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PI B.D. Zilaria suspended in Nehru Nagar firing and murder case

અમદાવાદ : નહેરુનગર ફાયરિંગ અને હત્યાકેસમાં PI બી.ડી.ઝીલરિયા સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ : નહેરુનગર ફાયરિંગ અને હત્યાકેસમાં PI બી.ડી.ઝીલરિયા સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદમાં કાગડાપીઠ અને નહેરુનગરમાં હત્યાની બે ઘટના ઘટી છે. આ બંને ઘટનામાં શહેર પોલીસ કમિશ્નરે કડક પગલાં લીધા છે. કાગડાપીઠમાં હત્યાકેસમાં PI એસ.એ પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં, જયારે નહેરુનગરમાં  ફાયરિંગ અને હત્યાના કેસમાં PI બી.ડી.ઝીલરિયા સસ્પેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

App Store

એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ઝીલરિયાએ મૃતક પર અગાઉ થયેલા હુમલાના કેસમાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી શહેર પોલીસ કમિશ્નરે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં કાગડાપીઠમાં યુવકની  હત્યાના કેસમાં PI એસ.એ પટેલ સસ્પેન્ડ

ફાયરિંગ કરાવનાર વેપારીના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ 

અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા 3 આરોપી અને વેપારીના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવી હોવાનો સામે આવ્યું છે.