Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : People caught stealing not gold and silver worth crores but thousands of kilos of 'bhangar' in Odhav

Ahmedabad news: ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ હજારો કિલો 'ભંગાર'ની ચોરી કરતા શખ્સો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ હજારો કિલો 'ભંગાર'ની ચોરી કરતા શખ્સો ઝડપાયા
સોર્સ : GSTV

અમદાવાદના ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરોએ હવે ભંગાર પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્રણ એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે ઉત્તરાયણના તહેવાર બાદ મોડી રાત્રે એક ફેક્ટરીનું શટર તોડીને મોટાપાયે ભંગારની ચોરી કરી હતી. 

App Store

ઓઢવમાં ભંગારની ચોરી કરનારા ત્રણની ધરપરડ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોના-ચાંદાની દાગીના નહીં પણ ભંગારની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ રાત્રિના અંધકારનો લાભ લઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને નિશાન બનાવતા હતા.

1525 કિલોગ્રામ ભંગાર કબજે કર્યો 

ચોરીમાં વપરાયેલી આઈસર ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓઢવ પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ ધાતુનો કુલ 1525 કિલોગ્રામ ભંગાર કબજે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.17 લાખ જેટલી થાય છે.