Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Republic Day celebrations, atmosphere of patriotism and enthusiasm at the Police Headquarters in Shahibaug, Ahmedabad

VIDEO: અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

App Store
12 ટીમો દ્વારા શિસ્તબદ્ધ અને દમદાર પરેડ રજૂ

આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ફરજ પ્રત્યે નિષ્ઠા અને ઉત્તમ કામગીરી કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પરેડ કમાન્ડરના નેતૃત્વ હેઠળ કુલ 12 ટીમો દ્વારા શિસ્તબદ્ધ અને દમદાર પરેડ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત અધિકારીઓ અને મહેમાનોએ બિરદાવી હતી.

 શહેરની સુરક્ષા વ્યવસ્થામાં જનસહભાગિતાનો મહત્વનો ફાળો

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરની સુરક્ષા વ્યવસ્થામાં જનસહભાગિતાનો મહત્વનો ફાળો છે. અમદાવાદમાં લોકભાગીદારી દ્વારા 24 હજારથી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.જેમાંના 3 હજારથી વધુ સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે તેમજ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 4 હજાર સીસીટીવી પણ કાર્યરત છે, જે શહેરની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિત તમામ પોલીસ શાખાઓ સુવ્યવસ્થિત રીતે પોતાની ફરજ નિભાવી રહી હોવાનું જણાવતાં પોલીસ કમિશનરે અમદાવાદ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ટોપિક્સ:ahmedabadpolicegstvgs malik ips