VIDEO: સ્માર્ટ સિટી અમદાવાદના રતનપોળમાં ગંદુ પાણી આવતા લોકો બીમાર, નવી ડ્રેનેજ લાઈન બાદ પણ સમસ્યા જસની તસ
સોર્સ : gstv
સ્માર્ટ સિટી અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા રતનપોળના ગોલવાડમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષિત અને કાળા રંગનું દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીંના આશરે 100 જેટલા મકાનોમાં આવું દૂષિત પાણી સપ્લાય થતાં અનેક લોકો બીમાર પડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ત્રણ મહિના પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી અને સમસ્યા ઉકેલવાનો દાવો કરાયો હતો. આમ છતાં, કાળું અને વાસ મારતું પાણી ઘરોમાં આવી રહ્યું છે. તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં સ્થાનિકોમાં ભારે રોષ છે. ચોમાસામાં મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઊઠી છે.

