VIDEO: અમદાવાદમાં મકાન ઘરાશાયી થતા એક મહિલાનું મોત, ત્રણને બચાવાયા
સોર્સ : gstv
અમદાવાદના ખાડિયા ચાર રસ્તા પાસે અચાનક એક જૂનું મકાન ધરાશાયી થયું છે..જેમાં એક મહિલાનું મોત થયુ છે..જ્યારે ત્રણ લોકોને રેસ્કયૂ કરાયા છે.. આ મકાનમાં કુલ ચાર લોકો રહેતા હતા.. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને કાફલો દોડી આવ્યો હતો. ફાયર વિભાગના આશરે ૩૫ કર્મચારીઓના સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સદભાગ્યે કુલ ચાર લોકોમાંથી ત્રણ લોકોને જીવતા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, કમનસીબે એક મહિલાને મૃત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા સમયસર કામગીરી કરીને આશરે ૩૫ લોકોના સ્ટાફ સાથે રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

