Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : One dies, one seriously injured due to drug overdose at Bavla's pharma company

Ahmedabad news: બાવળાની ફાર્મા કંપનીમાં દવાની અસરથી એકનું મોત, એક ગંભીર

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બાવળાની ફાર્મા કંપનીમાં દવાની અસરથી એકનું મોત, એક ગંભીર

Ahmedabad news: અમદાવાદ ગ્રામ્યમાં કંપનીમાં કામ કરતા કામદારાના મોતનો સિલસિલો યથાવત્ છે. બાવળામાં આવેલી આદરોડા રોડ પર N.B. હેલ્થ કેર ફાર્મા કંપનીમાં દવા બનતી તેમા દવાની અસરથી વાસુભાઈ કાળુભાઈ દેવીપૂજકનું મોત નિપજ્યું હતું અને મનીષ તિવારી નામના કામદારને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

App Store

બાવળામાં આવેલી જાણીતી એનબી હેલ્થ કેર ફાર્મા કંપનીમાં કામ કરતા બે કામદારને દવા બનતી વખતે તેની આડઅસર થઈ હતી. જેથી એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્યને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબો તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. જો કે, વાસુભાઈ દેવીપૂજક અને બીજા ગંભીર હાલતમાં રહેલા કામદારના પરિવારે શંકાસ્પદ મોત થયું હોવાનું પરિવારજનનો આક્ષેપ મૂક્યો હતો. જેથી પરિવારજનોએ પેનલ પીએમ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેને લઈ બાવળા પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા સિવિલમાં પીએમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો હતો. તેમજ મોતને લઈ બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.