VIDEO: Ahmedabadમાં ઓડિશા સરકારની ઈન્વેસ્ટર મીટ; મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ગુજરાતી ઉદ્યોગપતિઓને આપ્યું રોકાણનું આમંત્રણ
સોર્સ : GSTV
અમદાવાદમાં પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને મજબૂત કરવા ઓડિશા સરકાર અને FICCI દ્વારા ઈન્વેસ્ટર મીટ યોજાઈ હતી. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી એ "જય જગન્નાથ - જય શ્રી કૃષ્ણ" ના નાદ સાથે ગુજરાતી ઉદ્યોગપતિઓને ઓડિશામાં ટેક્સટાઈલ, પોર્ટ અને ટુરિઝમ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું. તેમણે ગુજરાતને દેશનું સમૃદ્ધ રાજ્ય ગણાવી, જગન્નાથ અને દ્વારકાની ભૂમિ વચ્ચેના સંબંધોને યાદ કર્યા હતા. આ પ્રસંગે અનેક MOU સાઈન થયા, જે દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

