Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NSUI protests over Indians deported from America

VIDEO: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી ટીંગાટોળી

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદની ગુજરાત યુનિ. ખાતે એનએસયુઆઇના કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારત પરત કરતા NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમેરિકા માફી માગે ના નારા સાથે યુવકોએ મોદી અને ટ્રમ્પના પોસ્ટર ઉપર વિરોધ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો.  પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.

App Store

ગુજરાત યુનિવર્સિટી ખાથે NSUIના કાર્યકર્તાઓએ યુએસ ડિપોર્ટેશન મુદ્દે વિરોધ દેખાવો કર્યો હતો. આ દરમિયાન પોલીસે અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, મોદી અમેરિકાથી પરત ફરે એના બીજા દિવસે આવું ભારતીયોનું અપમાન થયું હતું. પીએમ મોદી બીજા દેશોના યુદ્ધ અટકાવી શકે છે. પરંતુ અમેરિકા દ્વારા ભારતીયોના આવા અપમાન સામે ચૂપ કેમ છે. 70થી વધુ ગુજરાતીઓ ડિપોર્ટ થયા છે. અમેરિકા માફી માગે ના નારા સાથે NSUIના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરાયું હતું.