Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NSUI Halla Ball at Gujarat University: Serious allegations against former VC Neerja Gupta

VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હલ્લાબોલ: પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં  ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ વાઈસ ચાન્સલર નીરજા ગુપ્તા પર PM જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો ગંભીર આક્ષેપ  લાગ્યો છે.. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ખોટી નિમણૂકો કરીને વિદ્યાર્થીઓની ફીના લાખો રૂપિયા ખોટી રીતે પગાર પેટે ચૂકવવામાં આવ્યો પણ એનએસયુઆઈએ આક્ષેપ લગાવ્યો છે..અને વિરોધ નોંધાવ્યો છે... આજે કાર્યકર્તાઓએ પૂર્વ VC સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો શાહી છાંટીને કુલપતિનું મોઢું કાળું કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે ગંભીર નાણાંકીય ઉચાપતની રજૂઆત મળતાં કુલપતિ જગદીશ જોષીએ કાયદાકીય સલાહ અને કમિટી દ્વારા પારદર્શક કાર્યવાહીની ખાતરી આપી.

App Store