અમદાવાદમાં HMPVનો કોઈ એક્ટિવ કેસ નહિ, કિન્તુ પાણીજન્ય રોગચાળમાં નોંધપાત્ર ઉછાળો

કોરોના વાઈરસ બાદ HMP વાઈરસે ભારે હાલાકી મચાવી છે. એવામાં અમદાવાદના શહેરીજનો માટે રાહતના સમાચાર આવ્યા છે જેમાં HMPVનો કોઈ એક્ટિવ કેસ નહિ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી HMPVના પાંચ કેસ નોંધાયા હતા આ પાંચ કેસ પૈકી ૨ કેસ અમદાવાદ બહારના હતા.
એક તરફ અમદાવાદ શહેરમાં HMPVના કોઈ એક્ટિવ કેસ ન હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યાં બીજી તરફ વાઇરલ અને પાણી જન્ય રોગચાળો ફાટી નિકળતા લોકો વાઇરલ રોગચાળાનો શિકાર બની રહ્યા છે. AMC સંચાલિત 86 અર્બન હેલ્થ સેન્ટરોમાં પાણીજન્ય રોગચાળાને લઈને પ્રતિદિન ૬૦૦ જેટલા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : દાહોદમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો
AMC મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ આ અંગે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતુ કે, અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરોમાં નોંધાયેલા કેસમાં ઝાડા ઉલ્ટીના 151 કેસ, કમળાના 167 કેસ તેમજ ટાઇફોઇડના 128 કેસ નોંધાયા છે. બેક્ટેરિયલ ટેસ્ટ માટે 3688 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 20 સેમ્પલ ફાઈલ થયા છે.

