Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : New Mortuary Facility at Maninagar LGHospital

VIDEO: મણિનગર એલ.જી.હોસ્પિટલમાં નવી મોર્ટ્યુરી સુવિધા

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય અને મેડિકો-લીગલ સુવિધામાં વધારો થયો છે. મણિનગર સ્થિત શેઠ એલ.જી. હોસ્પિટલમાં આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને 18 અદ્યતન કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતી નવી મોર્ટ્યુરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ હોસ્પિટલમાં માત્ર 6 કોલ્ડ સ્ટોરેજ યુનિટ હતા, જે હવે વધીને 18 થયા છે. અત્યાર સુધી પૂર્વ વિસ્તારના નાગરિકો અને પોલીસ તંત્રને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું. હવે મણિનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થતાં સમય અને અંતરની બચત થશે. અકસ્માત કે આકસ્મિક મૃત્યુના કેસોમાં મૃતદેહ મેળવવામાં સ્વજનોને સરળતા રહેશે અને ટ્રાફિકની મુશ્કેલીમાંથી પણ રાહત મળશે.

App Store