VIDEO: અમદાવાદમાં નકલી ચાવી બનાવી ૬ લાખના દાગીના ચોરનાર પડોશી મહિલાની ધરપકડ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાંથી વિશ્વાસઘાત અને ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે પડોશમાં રહેતી મહિલાની જ ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાએ પડોશીના બંધ મકાનની નકલી ચાવી બનાવી લીધી હતી. ઘરના સભ્યો બહાર ગયા હોવાનો લાભ ઉઠાવીને મહિલાએ મકાન ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી આશરે ૬ લાખની કિંમતના સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. મકાનમાલિકે ઘરે પરત ફરીને તપાસ કરતા ચોરીનો ખુલાસો થયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી,

