ધોળકા અપહરણ કાંડ: બાળ તસ્કરીનું રાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું, બાળકોની ઉંમર પ્રમાણમાં નાણાં નક્કી થતા

અમદાવાદના ધોળકામાં એક મજૂર પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતાં તપાસમાં બાળતસ્કરીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે બાળકોની તસ્કરીના રેકેટ કેસની તપાસમાં 15 દિવસથી સાત મહિનાની ઉંમરના નવજાત શિશુઓ અને બાળકોના વેચાણ અને સ્થાનાંતરણ સાથે સંકળાયેલા એક બાળકો તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં દોઢ લાખ રૂપિયામાં માસૂમને વેચવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત 5ની ધરપકડ કરીને જેલહવાલે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં કાર્યરત બાળકોની તસ્કરીના નેટવર્કના સક્રિય સભ્યો હોવાનું સામે આવ્યું છે.
ધોળકાની મનીષા માસ્ટર માઈન્ડ
આ કેસમાં મનીષા સોલંકી નામની યુવતી મુખ્ય માસ્ટર માઈન્ડ છે, અને તેણે અત્યારસુધીમાં 4 બાળકોનું અપહરણ કરીને હૈદરાબાદ અને મુંબઈમાં એજન્ટો સાથે મળીને નિસંતાન દંપતિ સાથે સોદો કર્યો હતો. ધોળકામાં બાળકીનું અપહરણ કરવા માટે તેમણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી હતી. જો કે ઔરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતિને બાળક પહોંચતુ કરવામાં આવે તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપીને બાળકીને સલામત રીતે છોડાવી હતી. દેશમાં ચાલતા બાળ તસ્કરીના મોટા કૌભાંડનો ખુલાસો થવાની શક્યતા છે.
બાળકોની ઉંમર પ્રમાણે નાણાં નક્કી થતા
બાળ તસ્કરી કરતી ગેંગની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એજન્ટો બાળકોની ઉંમર પ્રમાણે નાણાં આપતા હતા. જેમાં નવજાત બાળક હોય તો તેના માટે બાળકોનું અપહરણ કરનાર મહિલાને 4 લાખ રૂપિયા આપતા હતા, જ્યારે 6 મહિનાથી નવ મહિનાનું બાળક હોય તો તેને દોઢથી બે લાક આપવામાં આવતા હતા.
આરોપીઓ વોટ્સએપ-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરતાં
આરોપીઓએ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરી હતી, જેમાં બાળકો ન થતાં હોય તેવા દંપતી અને બાળકોની માંગણીને લઈને ચર્ચા થતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અગાઉ ત્રણ બાળકોને હૈદરાબાદ અને એકને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. હૈદરાબાદ પોલીસે પણ તાજેતરમાં આ પ્રકારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બંને રેકેટ એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે નક્કી કરવાના પ્રયાસો શરૂ છે.
લાખોમાં બાળકોને વેચતા
આ નેટવર્ક એગ ડોનેશન પ્રોગ્રામ સાથે સંકળાયેલી મહિલાઓનો ઉપયોગ કરીને બાળકોની તસ્કરી કરાતી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓમાં મનીષા નામની મહિલા, તેનો પતિ જયેશ, સિદ્ધાંત જગતાપ અને 'સાવધન' તરીકે ઓળખાતો એક શખ્સનો સમાવેશ થાય છે. જયેશ મનીષા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો. મળતી માહિતી મુજબ, એગ ડોનેટ કરતી મહિલાઓને રૂ.20,000 થી રૂ.25,000 ની વચ્ચે આપવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, એક કેસમાં આરોપી દ્વારા એક બાળકને રૂ.1.5 લાખમાં વેચવામાં આવ્યું હતું, જેમાં બાળકને રૂ.2.5 લાખમાં ફરીથી વેચવાની યોજના હતી. જ્યારે અન્ય બાળકોની કિંમત રૂ.2 થી રૂ.3 લાખ સુધીની હોવાની શંકા છે. આ રેકેટના કેટલાક સભ્યો IVF કેન્દ્રો સાથે પણ જોડાયેલા હતા, જે સંસ્થાકીય સંડોવણી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે, તાજેતરના એક કેસમાં સવારે 6 વાગ્યે બાળકનું અપહરણ કરીને પછી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લક્ઝરી બસ દ્વારા ઔરંગાબાદ બાળકને લઈ જવામાં આવ્યું હતું. જેમાં 20 કલાકના સમયગાળાની મુસાફરી 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. બાળકને બે વ્યક્તિઓ, બિનલ અને અન્ય એક સાથી દ્વારા મેળવવામાં આવ્યું હતું, જે પછી મનીષા તેમાં જોડાઈ હતી. બિનલ અને મનીષા એકબીજાને લગભગ બે વર્ષથી પડોશીઓ તરીકે ઓળખતા હતા અને એગ ડોનેટમાં પરસ્પર રસ હોવાને કારણે સંપર્કમાં હતા, જેને તેઓ ઝડપી આવકના સ્ત્રોત તરીકે જોતા હતા.
પાડોશી મહિલા મનિષાને પણ આ કાંડમાં કરી સામેલ
ધોળકાના કલીકુંડ વિસ્તારમાં 7 મહિનાની બાળકીનું શ્રી રામ કોમ્પલેક્સ પરતી અપહરણ થવાના મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલીને માસ્ટર માઈન્ડ સહિત 4 લોકોની ઔરંગાબાદથી ધરપકડ કરીને બાળકીને છોડાવી હતી. ધોળકાની મનીષા માસ્ટર માઈન્ડ છે અને બિનલને પણ આ કૌભાંડમાં સામેલ કરી હતી. નાસિકામાં વસતા એજન્ટ સમાધન ઉર્ફે સિદ્ધાંત જગતાપે મનીષાને કોલ કરીને બાળકની માંગણી કરી હતી. મનીષાએ બિનલની મદદ લીધી હતી. તેણે જયેશને બોલાવીને ત્રણ દિવસ કલીકુંડમાં રેકી કરી હતી. નક્કી થયા મુજબ સવારે બાળકને લઈને મનીષા, બિનલ અને જયેશ અમદાવાદથી 20 કલાક બાદ ઔરંગાબાદ પહોંચ્યા અને બાળકીને જગતાપને સોંપી દીધું હતું. પોલીસે આરોપીઓને ટ્રેક કરીને તમામને દબોચી લીધા

