Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Narol extorted lakhs from a transport trader near Char Road by posing as a fake police and threatening to throw him in jail

VIDEO: નારોલ ચાર રસ્તા પાસે ટ્રાન્સપોર્ટના વેપારીને નકલી પોલીસ બની જેલમાં નાખવાની ધમકી આપી લાખો પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નારોલ ચાર રસ્તા નજીક નકલી પોલીસ બનીને વેપારી સાથે તોડબાજી અને લૂંટ ચલાવનાર ત્રિપુટી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રકુમાર નામના વેપારીને ૩ અજાણ્યા શખસોએ અવાવરું જગ્યાએ લઈ જઈને તમે ખરાબ ધંધા કરો છો તેમ કહી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી અને ૩ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારી પાસે રોકડ ન હોવાથી આરોપીઓએ તેમના મોબાઈલમાંથી ફોન-પે (PhonePe) દ્વારા ૧.૬૦ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગંભીર ઘટના અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

App Store