Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Music companies sent notices to nine major Garba organizers in Gujarat, know why?

ગુજરાતના નવ જેટલા મોટા ગરબા આયોજકોને મ્યુઝિક કંપનીઓએ મોકલી નોટિસ, જાણો કેમ?

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના નવ જેટલા મોટા ગરબા આયોજકોને મ્યુઝિક કંપનીઓએ મોકલી નોટિસ, જાણો કેમ?
સોર્સ : ai

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબાના આયોજકોને ગરબા અને ગીતો વગાડવા દરમિયાન કોપીરાઇટનો ભંગ ન થાય તે માટે મ્યુઝીક કંપનીઓ પાસેથી એનઓસી કે લાયસન્સ લેવું જરૂરી છે. પરંતુ, ગુજરાતના નવ જેટલા મોટા આયોજકોએ લાયસન્સ ન લેતા નોટિસ આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોપીરાઈટના અંગ અંગે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.

App Store

નવરાત્રીના આયોજન દરમિયાન ગરબાની સાથે ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવે છે. જેમાં મ્યુઝીક કંપનીની એનઓસી અને લાયસન્સ લીધા વિના જો તે ગીતો વગાડવામાં આવે તો કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો બને છે.

આ માટે દેશની મોટી મ્યુઝીક કંપનીઓ વતી કામ કરતી એક એજન્સી દ્વારા ગરબાના આયોજકોને લાયસન્સ લેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, ગુજરાતના નવ જેટલા ગરબાના આયોજકો દ્વારા લાયસન્ય લેવામાં ન આવતા નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મ્યુઝીક કંપનીના ગીતો કે ગરબા વગાવડામાં આવશે, તો કોપી રાઇટ એક્ટ ભંગનો ગુનો નોંધીને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ મ્યુઝીક કંપનીઓ દ્વારા નવ મોટા આયોજકોને ત્યાં વગાડવામાં આવતા ગીતો અને ગરબા પર ગ્યાન રાખવા માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં કેટલાંક આયોજકો કોપી રાઈટનો ભંગ કર્યો હોવાથી ગુનો નોંધાઈ શકે છે. 

ટોપિક્સ:Garba organizersMusic companies