Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Monsoon again in Gujarat; Heavy rain forecast for 7 days, red alert in 4 districts

VIDEO: ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું; 7 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ વલસાડ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે બાદથી સુરતના પલસાણામાં સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ગાળામાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

App Store

ક્યાં ક્યાં રેડ એલર્ટ

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા માટે અતિ ભારે વરસાદની આગાહી કરતું રેડ એલર્ટ નાઉ કાસ્ટ હેઠળ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

બીજી બાજુ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરુચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ તથા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.