Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghtandav in Gujarat: Rain in 265 talukas in 24 hours, Santalpur received the highest 15 inches

VIDEO: ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operation Center, Gandhinagar) દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના (સવારે 06.00થી સવારે 06.00 વાગ્યા સુધીના) વરસાદી આંકડા અનુસાર, ગુજરાતના કુલ 265 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ (381 mm) ભારે વરસાદ નોંધાયો છે.

App Store

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ

ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ જિલ્લાના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પાટણના સાંતલપુરમાં 15 ઈંચ (381 mm) અને રાધનપુરમાં 13.46 ઈંચ (342 mm) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ભાભરમાં 11.3 ઈંચ (287 mm) તથા દિયોદરમાં 10.83 ઈંચ (275 mm) વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં પણ 10.31 ઈંચ (262 mm) અને મહેમદાવાદમાં 8.39 ઈંચ (213 mm) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આ સિવાય બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઈંચ (180 mm), સુરેન્દ્રનગરના થાનગઢમાં 7.09 ઈંચ (180 mm), મોરબીના વાંકાનેરમાં 6.93 ઈંચ (176 mm) અને સુઈગામમાં 6.81 ઈંચ (173 mm) વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના દહેગામમાં 5.71 ઈંચ (145 mm), અમદાવાદ શહેરમાં 2.44 ઈંચ (62 mm) અને સુરત શહેરમાં 3.23 ઈંચ (82 mm) વરસાદ નોંધાયો છે. રાજ્યના બાકીના તાલુકાઓમાં 1 ઈંચથી લઈને 5 ઈંચ સુધીનો હળવાથી ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાઈ છે.