Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Megharaja's stormy batting in Valsad and Navsari

VIDEO: વલસાડ અને નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. સક્રિય છે. તેવામાં હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે  રાજ્યના 124 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ, વલસાડ શહેર અને નવસારીના ખેરગામમાં 4-4 ઇંચ, જલાલપોર અને ગણદેવીમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, જ્યારે 22 જુલાઈએે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે25 અને 26 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News