VIDEO: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોના હક માટે મનોજ સોરઠીયાના સરકાર પર આકરા પ્રહારો
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા મુદ્દે ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો મહારાષ્ટ્રમાં ૧૮ટકા વરસાદની અછતે દુષ્કાળ જાહેર થઈ શકતો હોય તો ગુજરાત સરકાર કેમ ચૂપ છે? ચોમાસું પૂરું થવા છતાં મુખ્યમંત્રીએ દુષ્કાળની જાહેરાત ન કરીને ખેડૂતોને ભારે નિરાશ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ખેડૂતોને આત્મહત્યા તરફ ધકેલી રહી છે. આંદોલનો અને સત્યાગ્રહ બાદ હવે ૨જી તારીખે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને ખેડૂતોના હકનું ભાન કરાવવા જવાની તેમણે જાહેરાત કરી હતી.

