Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Maninagar's Divine Bird School accused of being arbitrary in the admission process

VIDEO: મણિનગરની ડિવાઈન બર્ડ શાળા એડમિશન પ્રક્રિયામાં મનમાની કરતી હોવાનો આક્ષેપ, વાલીઓમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન બર્ડ સ્કૂલ દ્વારા એડમિશન પ્રક્રિયામાં મનમાની કરાતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આરટીઈ હેઠળ ધોરણ ૮ પૂર્ણ કરનાર ૪૫ જેટલા વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ ધોરણ ૯માં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને વાલીઓ પર એલ.સી લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે.

App Store

વાલીઓનો આરોપ છે કે અન્ય શાળાઓમાં પ્રવેશ લેવા જતા ત્યાં પણ તેમને એડમિશન મળતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. સંચાલકો દ્વારા કરવામાં આવતા આ ભેદભાવથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે જ્યારે મીડિયા દ્વારા શાળાના સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.