VIDEO: AMCની ટેન્ડર પ્રક્રિયાનો મુદ્દો હાઇકોર્ટમાં પડકારાયો, તંત્રએ કહ્યું- આ આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય માટે જોખમી
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 2600 કરોડથી વધુના વર્લ્ડ બેંક સહાયિત ગટર પુનર્વસન અને આધુનિકીકરણ પ્રોજેક્ટને ટેન્ડર પ્રક્રિયાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાં પ્રાથમિક રજૂઆત કરતા AMCએ જણાવ્યું છે કે અરજદારે ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન કર્યું નથી અને કેટલાક મહત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા છે.
AMCએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે આવી અરજીઓથી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને માઠી અસર પહોંચી શકે છે, અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પણ જોખમમાં મુકાઈ શકે છે. આ સમગ્ર મામલે આગામી સોમવારે હાઈકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.

