VIDEO: ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોના એંધાણ: યુવાઓને તક
સોર્સ : gstv
આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાથે નવા સંગઠનને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. ચૂંટણી પહેલાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ શકે છે. ખાસ કરીને યુવા નેતાઓને સંગઠનમાં મહત્વનું સ્થાન આપવાની તૈયારી ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. Gen Z આંદોલન બાદ સક્રિય થયેલા યુવાનોને પણ સંગઠનમાં જવાબદારી મળી શકે છે. જિલ્લા અને શહેરથી લઈને પ્રદેશ સ્તર સુધી ફેરફારોની શક્યતા છે. સૂત્રો મુજબ ઓગસ્ટના અંત સુધીમાં નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.

