VIDEO: કુબેરનગરમાં થયેલી હત્યાના બનાવમાં મુખ્ય આરોપીની ધરપકડ, પોલીસ લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત
સોર્સ : gstv
અમદાવાદના કુબેરનગરમાં માર્ચ મહિનામાં હોળીની રાત્રે બનેલી હત્યાની ઘટનાનાં મુખ્ય આરોપીની અંતે ધરપકડ થઈ છે. 3 માર્ચે કુબેરનગરના છારાનગર ફ્રી કોલોની ખાતે ભારતીબેન બજરંગે નામની મહિલાની હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ સલમાન સૈયદ અને સોનુ સિકરવાર સહિત સાદાબ ઉર્ફે મુન્નાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ ગુનાનો માસ્ટર માઈન્ડ બ્રિજ મોહન પ્રજાપતિ લાંબા સમયથી ફરાર હતો તેની હવે ધરપકડ કરવામાં આવી છે. ઝોન-4 એલસીબીએ તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ ત્રણ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

