VIDEO: સોલાર પ્લાન્ટના રો-મટીરિયલના નામે 1.46 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર પ્લાન્ટના રો-મટીરિયલના નામે વેપારી પાર્થ રંગોળીયા સાથે રૂ 1 કરોડ 46 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી હિતેશ ભુવાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. મૂળ ગોંડલનો અને હાલ રાજકોટ રહેતો આરોપી વેપારીઓને સસ્તા ભાવે સામગ્રી આપવાની લોભામણી જાહેરાતો આપી ઓનલાઇન જાળમાં ફસાવતો હતો. તેણે બોગસ ઇ-વે બિલ અને ઇનવોઇસ વોટ્સએપ પર મોકલી આરટીજીએસ મારફતે લાખો રૂપિયા પડાવી લીધા હતા અને માલ મોકલ્યા વિના જ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. બાપુનગર પોલીસે હાલ તેને રિમાન્ડ પર લઈને નાણાં ક્યાં વપરાયા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

